ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ ખાતે એક નવજાત બાળકી મૃત હાલતમાં ત્યજી દેવામાં આવી હતી .આ બાળકી અંગે સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી .આ બાળકીના માતા-પિતાએ કયા કારણોસર અને કેમ આ બાળકી ત્યજી દીધી તે ભરૂચ ગ્રામ્ય પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે .

હાલ જયારે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઝડપી ઓદ્યોગીકરણ થઇ રહ્યું છે ત્યારે આવા નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટનાઓ પણ વધી રહી છે જે સમાજ માટે કલંકરૂપ કહી શકાય .

સામાન્ય રીતે સંતાનના માતા-પિતા એક ચોક્કસ લાગણીઓ સંતાનો માટે ધરાવતા હોય છે ત્યારે એવી કઈ ઘટના અને સંજોગો સર્જાયા કે જેથી માતા-પિતાએ બાળકી ત્યજી દેવાનું ક્રૂર કુર્ત્ય કર્યું હશે .
હાલ આ સમગ્ર ઘટના ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.
ભાડભૂતના પરમાર ફળિયા વિસ્તારમાંથી આ બાળકી મળી આવી હતી.

LEAVE A REPLY