ગુજરાતનું સૌથી જૂનું ગણેશ મંદિર એક હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ મૂર્તિ પ્રગટેલી જે આજે બિરાજમાન છે..
અમદાવાદ

ક્યાં અાવેલુ છે: ધોળકાથી 20 કિમી- બગોદરાથી 14 કિમી દૂર.
માહાત્મ્ય: ગણેશજીની સ્વયંભૂ મૂર્તિ એક હજાર વર્ષ જૂની હોવાનું કહેવાય છે. નજીકમાં કોઠ ગામ નજીક હોવાથી તે કોઠના ગણેશ નામે પણ ઓળખાય છે. અંગારકી ચોથે લાખો લોકો ઉમટે છે.
ઈતિહાસ: સદીઓ પહેલા લોથલ પાસેના હાથેલ ગામે તળાવ પાસેથી ગણેશજીની છ ફૂટ મોટી પ્રતિમા મળી આવી હતી.
લોકકથા: સદીઓ પહેલા મૂર્તિ મળી આવ્યા બાદ તે કયા ગામે લઈ જવી એ મુદ્દે વિખવાદ થયો હતો. બાદમાં એક બળદગાડામાં મૂર્તિ મૂકી દેવાઈ અને નક્કી થયું કે બળદ જ્યાં થોભે ત્યાં મૂર્તિની સ્થાપના કરવી. બાળદ ગણેશપુરામાં આવીને અટકતા અહીં મૂર્તિની સ્થાપના કરાઈ હતી.
વિશેષતા: સામાન્યપણે મંદિરોમાં ગણેશજીની મૂર્તિમાં સૂંઢ ડાબી તરફ હોય છે, પણ ગણેશપુરાના મંદિરના ગણેશજીની સૂંઢ જમણી તરફ વળેલી છે…સૌજન્ય DB

LEAVE A REPLY