અમદાવાદ: નવરાત્રીની ઠેકડી ઉડાડતી ફિલ્મ ‘લવરાત્રી’ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. જેમાં આ ફિલ્મના પ્રમોશન અને પ્રસિદ્ધિને અટકાવવા માટે દાદ માગવામાં આવી છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે. આ કેસની વિગત એવી છે કે, સનાતન ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરવામાં આવી છેકે, સલમાન ખાનના પ્રોડકશન હાઉસ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ ‘લવરાત્રી’ની થિમ તેમજ તેનું ટાઇટલ હિંદુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે તેમ છે. આ ફિલ્મનું નામ નવરાત્રીને આધારે લવરાત્રી રાખવામાં આવ્યું છે. જેના ટ્રેલરમાં જ કેટલાક સંવાદો એવા છે જે સંદેહાસ્પદ છે. તેમજ તેમાં નવરાત્રીનું અપમાન કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

LEAVE A REPLY