રૂ.3.85 લાખના મુદ્દા કબજે, અમદાવાદ જિલ્લાના 10 થી વઘુ ગુન્હા નો ભેદ ઉકેલાયો.
અમદાવાદ ગ્રામ્ય LCB અને વિરમગામ ગ્રામ્ય પોલીસ ને બાતમી ના આઘારે રાજ્યના હાઇવે પર થી પસાર થતા વાહનો માંથી તાડપત્રી કાપી કિંમતી માલ સામાન ની ચોરી કરતી કૂખ્યાત” ગેડીયા ” ગેંગ ના સાગરીત ને ઝડપી પાડયો હતો. જેમા આરોપી વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર થોરી કેનાલ પાસે થી રામલો ઉર્ફે રામદાસ સ/ઓ ગગજીભાઇ વાલજીભાઇ કોળી પટેલ ઉં.વ.-23 રહે.ભરવાડ વાસ થોરી થાંભા ,વિરમગામ જેની પાસેથી સ્કોર્પિયો ગાડી નં-જીજે 1 કેસી 9689 માથી પ્લાસ્ટિક ના દાણા થેલા નંગ 2 કિં-5000,વિમલ ગુટખા ના બોક્ષો નંગ 4 કિં 80,000 , સ્કોર્પિયો કાર સહિત કુલ રૂ.3,85,500 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી ની પૂછપરછ કરતાં છેલ્લા એક મહિના દરમ્યાન 10 થી વઘુ ગુન્હા આચરેલા હતા.જેમા વિરમગામ રૂરલ-1 ,સાણંદ-1 ,ઘોળકા -1 સહિત 10 ગુના ની કબુલાત આરોપીએ કરી હતી.
:પીયૂષ ગજ્જર વિરમગામ.