Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વરમાં સોનીને લૂંટી લેવાની ઘટનામાં ત્રણ શખ્સો ઝડપાયા, પોલીસ કરાવશે ઓળખ પરેડ

Share

 


અંકલેશ્વર
અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારમાં આવેલી ગજાનંદ સોસાયટીના નાકે ગત તારીખ 4 મેનાં રોજ રાત્રિના સમયે સોની પરિવારને લૂંટી લેવાની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમની ઓળખ પરેડ કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારમાં આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા અને શહેરમાં જ્વેલર્સની દુકાન ધરાવતા સુશીલકુમાર જવાહર સોની અને તેમનાં પત્ની તરૂણાબહેન ગત તારીખ 4 મેનાં રોજ સાંજે પોતાનું જ્વેલર્સ બંધ કરી દિવસ દરમિયાનની કમાણી અને ઘરેણા સાથે ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન તેમની પાસે રહેલા મેસ્ટ્રો સ્કૂટરની ડીકીમાં ઘરેણા અને રોકડ રકમ મૂકી હતી. તેઓ સોસાયટીના નાકે પહોંચતાં જ અંધારાનો લાભ લઈને કેટલાક અજાણ્યા શખ્સોએ પતિ-પત્નીને આંતરીને લૂંટ ચલાવી હતી. જેમાં તરૂણાબહેનનાં આંખમાં મરચાની ભૂકી નાંખી દેતાં તેઓ જમીન ઉપર પટકાયા હતા. જ્યારે તસ્કરોનો સામનો કરવા જતાં સુશીલકુમારને જમણા હાથનાં ભાગે કોઈ ધોરદાર હથિયાર વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં બન્ને એ બુમાબુમ કરતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.

તસ્કરોએ સુશીલકુમાર અને તેમની પત્નીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સાથોસાથ મેસ્ટ્રો સ્કૂટર લઈને ફરાર થવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં સફળતા મળી નહોતી પરંતુ રોકડ રકમ અને ઘરેમા લઈને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભેની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયી હતી. દરમિયાન નડિયાદમાં એક ગુનાના કામે ટાઉન પોલીસના હાથે ઝડપાયે શખ્સોએ આ ગુનાની કબુલાત કરી હતી. જેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે જયપાલ ઉર્ફે જયો કાનાભાઈ ઢીલા અને કલ્પેશ ઉર્ફે કયો નાથાભાઈ કોતર બન્ને રહે ભાવનગરના તથા દિનેશ ઉર્ફે છોટુ રામખિલ સુરતનો નડિયાપ પોલીસ પાસેથી કબજો મેળવી અંકલેશ્વર ખાતે લવાયા હતા. આ ત્રણેય શખ્સોની પોલીસે ઓળખ પરેડ કરવાની કામગીરી હાથ ધરી છે.


Share

Related posts

રાજપારડી સહિત કેટલાક સ્થળોએ પ્રોવિઝનની આડમાં પાન પડીકીનો ધંધો રનિંગ ભાવ કરતાં ત્રણ ઘણી કિંમતે કાળાબજાર કરતાં નફાખોરો.

ProudOfGujarat

વડોદરામાં ભર બપોરે કારનો કાચ તોડી તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં 30 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!