અંક્લેશ્વર તાલુકા રોહિત સમાજ યુવા સંગઠન દ્વારા અંક્લેશ્વર રામકુંડ મેદાન ખાતે દ્વિતિય સમુહ  લગ્ન મહોત્સવનું આયોજન  કરવામાં આવ્યુ હતું.

અંક્લેશ્વર રામકુંડ મંદિરનાં મેદાન ખાતે યોજયેલાં રોહિત સમાજનાં દ્વિતિય સમુહ લગ્નોત્સવમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ પ્રસંગે સમારંભનાં અધ્યક્ષ તરીકે નામાંકિત ધારાશાસ્ત્રી પ્રેમચંદ સોલંકી, મુખ્યમહેમાન તરીકે અંક્લેશ્વર નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, રોહિત સમાજ નાં આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.અંક્લેશ્વર રામકુંડતિર્થનાં મહંત ગંગાદાસ બાપુએ આ પ્રસંગે નવપરિણિત યુગલોને સુખી લગ્ન જીવનનાં આશીર્વચન પાઠવ્યા હતાં

LEAVE A REPLY