Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે મૂખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્થાપના દિનની ઉજવણી કરી.

Share

કોસમડી તળાવ ખાતે સુજલામ સફલામ જળ આભિયાન ની ખાતમુહર્ત વિધી..

વૃક્ષારોપણ તળાવોની સફાઈ માટે એક મહિનો શ્રમદાનની જનતાને અપીલ…

ગુજરાત રાજયના ૫૮ મા સ્થાપના દિનની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અંકલેશ્વર ખાતેથી શરૂ કરી હતી. સવારે હેલિકોપ્ટર મારફત અંકલેશ્વર જી.આઈ.ડી.સી સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ના હેલિપેડ પર સવારે ૯ કલાકે આવી પહોંચ્યા હતા. ત્યા તેમનુ સ્થાનિક ધારાસભ્ય અને રાજયના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ અન્ય ધારાસભ્યો અને વહીવટી તંત્ર તેમજ અંકલેશ્વર નોટીફાઈડ ચેરમેન તથા ઉધોગ મંડળના સભ્યો દ્રારા સ્વાગત કરાયુ હતુ. તેઓ નિયત સમયે કોસમડી તળાવ ખાતે પહોંચ્યા હતા. જ્યા તેમણે વિધિવટ સુજલામ સુફલામ જાળ અભિયાન ની ખાતમુહર્ત વિધિ કરી હતી અને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ જાતે જ જી.સી.બી મશીન ઓપરેટ કરીને ઉપસ્થીતોને આશ્રર્યમા નાખી દીધા હતા. તેઓએ જે.સી.બી મશીનના પાવડા થી માટી ઉચકીને ટ્રેકટરમા નાખી હતી અને વૃક્ષારોપણ મા પણ તેઓએ ભાગ લીધો હતો. ખાતમુહર્ત વિધિ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સભાસ્થળ પહોંચ્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. અને તેમને સત્કાર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયરૂપાણી એ પ્રવચન શરૂ કર્યુ હતુ. પોતાના પ્રવચનમા તેમણે ગુજરાતના સર્જનહાર એવા સ્વ.ઈન્દુચાચા સહિતના આગેવાનોને સ્મરણાજંલી આપી હતી. ત્યારબાદ ક્રમશ: ગુજરાતના વિકાસની રૂપરેખા આપી હાલ સમૃધ્ધ ગુજરાતની સમૃધ્ધિ વધે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે જો કે સૌથી વધુ ભાર જળ સંચય અને વૃક્ષારોપણ પર આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે ભાડભુત બેરેજની રૂ.૩૦૦૦/- કરોડની યોજના આ વર્ષથી શરૂ થઈ જશે. અને એક જ મહિનામા એનુ ટેન્ડર પણ બહાર પાડવામા આવશે. તેમણે ભરૂચના ભવ્ય ભુતકાળને સ્મર્યા હતા. અને એક સમયે ધમધમતા ભરૂચના બંદરોને યાદ કરી સંકલ્પ વ્યકત કર્યો હતો કે ભરૂચનો જે જાહોજલાલી ભુતકાળમા હતી એને પ્રસ્થાપિત કરાશે અને પાણીની સમસ્યાનો નિકાલ લવાશે. તેમણે જનતાને એક મહિનો શ્રમદાન કરીને તળાવોને ઉંડા કરવા શક્ય હોય ત્યાં તલાવડીઓ બનાવવા તળાવોનુ લિકેજ હોય તો એની  મરામત કરવા અને ચોમાસુ સારૂ હોવાની આગાહી થી વૃક્ષારોપણ મહત્તમ રીતે કરવાની લોકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજયરૂપાણી સાથે ચીફ સેક્રેટરી જે.એન સિંગ રેન્જ આઈ.જી અભયસિંહ ચુડાસમા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સાંસદ માનસુખ વસાવા સહિતના આગેવાનો ડાયસર પર જોવા મળ્ય હતા. કાર્યક્રમ પૂર્ણ થયે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના કાફલા સાથે પુન: જી.આઈ.ડી.સી સ્પોર્ટસ કોમપ્લેક્ષ ખાતે પહોંચ્યા હતા અને હેલિકોપ્ટર મારફતે ભરૂચ જવા રવાના થયા હતા.

Advertisement

Share

Related posts

સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર એલ.સી.બી.

ProudOfGujarat

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

ProudOfGujarat

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર : અજય દેવગન, સાઉથ સ્ટાર સુર્યાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!