બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ભડકોદ્રા ગામ પાસે આવેલ શ્યામવિલા સોસાયટીમાં રહેતા વિપુલ ભાઈ શામજીભાઈ કલસરિયા મકાનબંધ કરી અમદાવાદ કામ ધંધા અર્થે ગયા હતા.. જેઓ આજે  ઘરે પહોંચતાં આગળનુ તાળુ તોડી કબાટમાં તેમજ પેટી પલંગ માં મુકેલા કપડા વેર વિખેર કરેલા હતા અને સોનાના દાગીના મળી કુલ રોકડ રકમ 3500 મળી આશરે અંદાજે ૨૦ હજાર ઉપરાંતની ચોરી થયા અંગે નું માલુમ પડતા તેઓએ તાત્કાલિક ઘટના અંગે ની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી….

LEAVE A REPLY