અંકલેશ્વર ની રહિશ ઝેબા ખાતુન નાઝીબ ખાન ફડવાલાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માંથી  સાયન્સ ફેકલ્ટીના ગણિત વિષયમાં P.H.D ની ડિગ્રી મેળવી છે. તેમણે આ ડિગ્રી ” સ્ટડી ઓફ – એપ્લીકેશન ઓફ સપાઈન ફંકશન ટુ ઈમેજ પ્રોસેસિંગના ” ના વિષય પર વીર નર્મદ  દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના પુર્વ પ્રાધ્યાપક અને મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડો.હરિસ. ડી. ડોક્ટર અને બી.વી.એમ એન્જીનિયરીંગ કોલેજ , વલ્લભ વિદ્યાનગરના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપીક અને હેડ તૃપ્તિ બેન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ લખ્યો હતો જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના વાઈસ- ચાન્સેલર શ્રી દ્વારા સ્વીકૃતિ મળતાં ઝેબા ખાતુન ફડવાલાને P.H.D ની પદવી એનાયત કરાઈ છે

ઉલ્લેખનીય છે કે ઝેબા ખાતુન ફડવાલાએ M.S.C એપ્લાઇડ મેથેમેટિક્સ માંથી કર્યુ હતુ. તેઓ હાલ શૈક્ષણિક ફિલ્ડ માં પોતાનું  યોગદાન આપી રહ્યા છે . તેમણે P.H.D ની ડિગ્રી મેળવી પરિવાર અને અંકલેશ્વરનુ ગૌરવ  વધાર્યું છે . તેમની આ સિધ્ધી બદલ સૌએ અભિનંદન પાઠવ્યા છે .

 

 

LEAVE A REPLY