Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

Share

ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે અનામતને લઈ મોટુ નિવેદન આપ્યું છે. નરેશ પટેલે અનામત આંદોલનને સાચુ ગણાવી, આર્થિક રીતે પછાત લોકોને અનામત મળવું જોઈએ, તેમ જણાવ્યું છે. નરેશ પટેલે જેલમાં બંધ પાસ કાર્યકર્તા અલ્પેશ કથિરિયાના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, આ પ્રસંગ દરમ્યાન નરેશ પટેલે અનામત મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે લેઉઆ પટેલ સમાજના લોકોને સંબોધતા કહ્યું કે, પાટીદાર અને સવર્ણ વર્ગ માટે અનામતનું આંદોલન સાચુ છે, આર્થિક રીતે પછાત લોકોને અનામત મળવું જોઈએ.

આ સિવાય નરેશ પટેલે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાના ઘરે જઈ તેના પરિવારની મુલાકત કરી હતી. અલ્પેશ કથિરીયા હાલમાં રાજદ્રોહના કેસમાં જેલમાં છે.

તમને જણાવી દઈએ કે, સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી. બાદમાં તેમની ધરપકડ કરીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અન્ય 9 લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.સૌજન્ય


Share

Related posts

રાજકોટ-જંગલેશ્વર માદક પદાર્થનો અડ્ડો, 1.47 કિલો અફીણના ડોડવા સાથે એક શખ્સ ઝડપાયો..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં વીજ કંપનીની ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ.

ProudOfGujarat

લીંબડી રાણપુર હાઈવે પર સોમનાથ હોટલ નજીક અકસ્માત સર્જાતા એક બાળકનું મોત નિપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!