અંકલેશ્વર
તારીખ. 1.11.18
અંકલેશ્વર જીઆઇડીસીની વાલિયા ચોકડી પાસેના ફાઇનલ પમ્પિંગ સ્ટેશનેથી સેમ્પલિંગ કરી, જતા ગેમી ની મોનીટરીંગ ના વાહન ને રોકી વાહન પર હુમલો કરવામાં આવ્યું છે અને વાહન ને નુકશાન કરી GEMI ટીમના મો.ઇમરાન પઠાણ રે. કાપોદ્રા ને માથાના ભાગે હથિયાર દ્વારા હુમલો કરી ગમ્ભીર ઇજા પોહચાડેલ છે તેમજ પ્રશાંત દોશી રે. અવિધા ઝઘડિયા અને અન્ય એક ને ઠીકા પાટુનો માર મારી અજાણ્યા રીક્ષા ચાલક અને તેમાં આવેલા હુમલાખોર દ્વારા દવારા હુમલો કરાયો હતો. અંદાજીત 4 થી 5 ઈસમો દ્વારા સુયોજિત ગેરકાયદેસર ની મંડળી બનાવી હથિયારો સાથે માથાના ભાગે હુમલો કરી ખૂન ની કોશિશ કરેલ છે.
આ સંગઠિત અને સુનિયોજિત કાવતરું છે .ગંભીર રીતે ઇજા પામનાર ગેમીની ટીમના સભ્યોને તાત્કાલિક, જયાબેન મોદી ખાતે સારવાર અર્થે રાત્રે ખસેડાયા હતા, અને સારવાર પછી રજા અપાઇ હતી.

પ્રકૃતિ શૂરક્ષા મંડળના સલીમભાઈ પટેલ દ્વારા આ બનાવની માહિતી આપી હતી અને આ ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે આ બનાવને સખત શબ્દો માં વખોડવામાં આવે છે અને તંત્ર પાસે માંગણી કરીએ છીએ કે યોગ્ય તપાસ કરી પ્રભાવિત થયા વગર વારંવાર બનતા આવા કૃત્યો કરનારા સામે સખ્ત કાર્યવાહી કરી બીજી વાર આવી ઘટના ના બને તેવા પગલાં ભરી યોગ્ય દાખલો બેસાડવો પડે.

વધુ માં જણાવ્યું હતું કે આ બનાવની જાણ પોલીસને કરાઇ છે અને આ કૃત્ય ના કારણો ની તપાસ ચાલુ છે. આમાં અંગત અદાવત છે કે GEMI ની કામગીરી ને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યું છે એ તપાસ નો વિષય છે

LEAVE A REPLY