જો કે જથ્થો નામીઓ બુટલેગર અને ઝડપાયેલો શખ્સ અલગ હોવાની ચર્ચા ….

અંક્લેશ્વર શહેરપોલીસે ગડખોલ ગામની હદમાં રહેતા એક શખ્સનાં ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડી તેની અટકાયત કરી છે.પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંક્લેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે અંક્લેશ્વરનાં ગડખોલ ગામે મીઠા ની ફેક્ટરી પાસે આવેલ રાધેક્રિષ્ના સોસાયટી બંગલા નં- 19માં રહેતા અરવિંદ શુકલાના ઘરે રેઇડ કરી હતી જેમાં દારૂની વિવિધ બોટલો તથા બિયરના ટીન કુલ નંગ 124 કિં.રૂ|13,900 ઝડપાઇ ગયો હતો.શહેર પોલીસે આ જથ્થા સાથે અરવિંદ શુકલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે ચાલતી ચર્ચા મુજબ આ જથ્થો અંક્લેશ્વર ના નામચીન બુટલેગર દિલુનો છે.અને એણે જ આ મકાન ભાડે લીધુ છે.પોલીસ આ દિશામાં પણ તપાસ કરે એ પણ જરૂરી છે.બુટલેગર ઝડપાય છે પરંતુ સપ્લાયર ઝડપાતા નથી એ પોલીસ તંત્રની મોટા માં મોટી નિષ્ફળતા છે ….

LEAVE A REPLY