અંકલેશ્વર વિસ્તારમા આવેલ માંડવા, કાસયા, જુના દિવા, નવા દિવા, સુરવાડી તેમજ આસપાસાના વિસ્તારમા આપવામા આવતી વીજ લાઈન ના ટ્રાંસફોર્મર તોડી કોપર ના વાયરની ચોરી કરતી અંકલેશ્વર ની ગેંગ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમા અને ડી.વાય.એસ.પી એલ.એ ઝાલા ની સુચના મુજબ જુદી-જુદી ટીમો બનાવી પો.સ.ઈ કે.એમ ચૌધરી એસ.ઓ.જી ભરૂચ તથા અન્ય કર્મીઓની ટીમે મળેલ બાતમી મુજબ ટીમે તપાસ કરતા ટ્રાનફોર્મર તોડી કોપરની ચોરી કરતા ગેંગ ના અરવીંદ દેવજી વસાવા, શામળ દેવજી વસાવા, દિનેશ અરવીંદ વસાવા, રાકેશ શંકર વસાવા તમામ રહે, નવગામા અને કમલેશ ઉર્ફે મુન્નો જશુ ભાઈ વસાવા તમામ ને રોકી તપાસ કરતા તેમણી પાસેથી અલગ-અલગ સાઈઝ ના નોટ-બોલ્ટ અને અન્ય સાધનો તેમજ ઠેલાઓ મા ભરેલ ટ્રાંસફોર્મર મા વપરાતી રીંગો અને કોપર વાયરો મળી આવેલ જે અંગે તેમણે અંકલેશ્વર તાલુકાના માંડવા, કાસીયા, છાપરા, બોરભાઠા, જુના દિવા, વગેરે ગામોમા ટ્રાંસફોર્મર તોડી કોપર ચોરી કરી હોવાની કબુલાત કરેલ છે. પોલીસે કોપરની રીંગો તેમજ કોપર તાર ના ગુંચરા ૧૨૪ કિલો કિંમત રૂપિયા ૩૭,૨૦૦ રોકડા રૂપિયા ૧૯૦૦ મોબાઈલ ફોન નંગ કિંમત રૂપિયા ૬૫૦૦ મોટરસાયકલ નંગ ૩ કિંમત રૂપિયા ૨૯૦૦૦ પકડ પાના મળી કુલ રૂ.૭૫,૧૦૦ નો મુદ્દામાલ રીકવર કરેલ છે. આરોપીઓમા અરવીંદ વસાવા ગેંગ નો મુખ્ય સુત્રોધાર છે. જે ગુનાહીત ઐતીહાસ ધરાવે છે. ગુનેગારો રાત્રીના સમયે ખેતરોમા ટ્રાંસફોર્મર તોડી તાંબુ કાઢવામા અને તેનુ વહેંચાણ કરવાની રીત રસણ ધરાવે છે.

LEAVE A REPLY