અંકલેશ્વર સ્ટેશનરોડ ઉપર આવેલ મહાવીર શોપિંગ સેન્ટર મા આવેલી યુથ કલેક્શન નામની દુકાનમાં આજ રાત્રી દરમિયાન કોઈ ચોર ઈસમોએ દુકાનનાં તાળાં તોડી ને સટર ના ભાગને અડધું કરી દઈ દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી દુકાનમાંથી ૧૮૩ જીન્સ પેન્ટ એક લાખ નવસો તેમજ વિવિધ બ્રાન્ડના શર્ટ નગ 155 કિંમત રૂપિયા 66000 ના મુદ્દામાલની કોઈ ચોરી કરી ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે મુખ્ય માર્ગ ઉપર આવેલ દુકાન માથી ચોરી થતાં દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જગન્નાથ યાત્રા નો બંદોબસ્ત હોય પોલીસ બંદોબસ્ત માં વ્યસ્ત હોવાના ફાયદો લઇ ચોરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા આ અંગે દુકાન ના મલિક કલ્પેશભાઈ મનુભાઇ પટેલે ર કુલ રૂ 1.66.900 ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.આ ચોરી અંગેની તપાસ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પી.એસ.આઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે

LEAVE A REPLY