(યોગી પટેલ)

જાણવા મળ્યા મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે ના માંડવા ગામ ખાતે ના રોડ ફળિયા વિસ્તાર માં રહેતી મહિલા બુટલેગર ઈલા બેન પરેશ ભાઈ વસાવા ને ત્યાં વિદેશી ના દારૂ ના વેચાણ થતું હોવાની બાતમી ના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડી અંદાજીત ૨૭ હજાર ઉપરાંત ની અલગ અલગ બ્રાન્ડ ના વિદેશી દારૂના જથ્થા ને ઝડપી પાડી ફરાર અન્ય બે બુટલેગરો ને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા …..
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસઃ થી અંકલેશ્વર માંથી વિદેશી દારૂ ના જથ્થા ઝડપાવવા ના બનાવો માં વધારો થયો છે અને નશા ના કારોબાર ને ધમધમતું કરનાર બુટલેગર તત્વો ઉપર પોલીસ એ લાલ આંખ કરતા નશા ના કારોબારી ઓ માં હાલ તો ફફડાટ સાથે ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે …..હવે જોવું રહ્યું કે ઝડપાયેલ મહિલા બુટલેગર કાયદા ના સકંજામાં આવ્યા બાદ પણ ભવિષ્યઃ માં નશા નો કારોબાર બંધ કરે છે કે નહીં તે પ્રકાર ની ચર્ચા એ બુટલેગર ઝડપાયા બાદ થી જોર પકડ્યું છે………