અંકલેશ્વર પાલિકા દ્વારા વર્ષ 2015માં પીવાનાં પાણીની પાઇપ લાઇન નાખવ માં આવી રહી હતી, તે દરમિયાન એક જમીનનાં માલિકે આ મુદ્દે વાંધો ઉઠાવીને કોર્ટ માંથી સ્ટે લઇ આવતા, કામગીરી અટકી જવા પામી હતી. જે અંગે કોર્ટ ધ્વારા નગર પાલિકાની તરફેણ મા ચુકાદો આપતા અધૂરી રહેલી આ કામગીરી પાલિકા તંત્રે પુનઃ શરૂ કરી છે.

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ ની નાણાં પંચ યોજના હેઠળ નગર પાલિકા દ્વારા ઉકાઈ કોલોનીમાં પાણીની ટાંકી બનાવવામા આવી હતી, જેમાંથી રેલવેનાં પૂર્વ વિભાગમાં પાલિકાનાં હદ વિસ્તારમાં આવેલ ઉમા પાર્ક,તીર્થ નગર, ઇન્દિરા નગર સહિત જુના નેશનલ હાઈવે સમાંતર આવેલ રોડની બાજુમાં આવેલ વિસ્તારોમાં પીવાનાં પાણી પહોંચાડવાની પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે.