Proud of Gujarat
FeaturedGujaratINDIASportUncategorized

અંકલેશ્વર ખાતે શાળા રમતોત્સવનો ઇનામ વિતરણ કાર્યક્રમ

Share

અંકલેશ્વર જીઆઇડીસીં માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે 13માં આંતર શાળાકીય રમતોત્સવનો ઇનામ વિતરણ કાર્યક્રમ રાજ્ય આ સહકારમંત્રી ઈશ્વર સિહ ની અધ્યક્ષતા માં યોજાયો હતો, જેમાં રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન અને ડી એ આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ જીઆઇડીસી દ્વારા 13માં આંતર શાળાકીય રમતોત્સવનાં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Advertisement

જેમાં 17 શાળાનાં 3500 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ રમતો ના વિજેતા વિદ્યાર્થીઓને રાજ્યનાં સહકાર, રમતગમત અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વિમિંગ, યોગા, સ્કેટીંગ, લોન ટેનિસ, વોલીબોલ, ફૂટબોલ, ખો – ખો , કબડ્ડી , ગોળાફેંક, ચક્રફેંક, લાંબી કુદ, તેમજ 100 / 200 / 800 મીટર રોડ સાઈકલિંગ સહિતની રમતોમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ઇનામ વિતરણ કાર્યક્રમ માં અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, ડી એ આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષનાં ચેરમેન દિનેશ પટેલ, ક્રિષ્ણા મહારાઉલજી, ઉદ્યોગ અગ્રણીઓ, શાળાનાં વિદ્યાર્થીઓ આમંત્રિતો સહિત વિશાળ સંખ્યા માં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


Share

Related posts

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવે ફરી ચાર્જ સંભાળ્યો

ProudOfGujarat

નડિયાદનાં ડાકોર, વડતાલ સહિત જિલ્લામાં જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવાશે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં પાંચ ગામોનાં ખેડૂતો દ્વારા વીજ કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat
error: Content is protected !!