અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજનાં ભાવેશકુમાર રજનીકાંતભાઇ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ કેમીકલ વિષય સાથે BSC પાસ કર્યુ હતુ અને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ યુનિવર્સિટી દ્રારા બે ગોલ્ડ મેડલ તથા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કોલેજ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ ઓપી કોહલીનાં હસ્તે બે ગોલ્ડ મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભાવેશનાં પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડ મેડલીસ્ટ ભાવેશ શહેરનાં જાણીતા સાહિત્યકાર મૂળચંદભાઇ મોદી ના પૌત્ર થાય છે. ભાવેશે બે ગોલ્ડ મેડલ મેળવી અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ તથા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.