અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ બજરંગ પ્રોવિઝન સ્ટોરમાં શોટસર્કિટના કારણે આગ લાગતા દુકાન રહેલ કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા અને અનાજ-કરિયાણાના સામાન બળીને ખાખ થઇ ગયો હતો. બનાવના જાણવા અનુસાર દુકાનમાલિક મનીષભાઈએ જણાવેલ કે ગતરોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં દુકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. તેવું તેમની બાજુની દુકાનવાળાએ ફોન કરીને જણાવેલી અને દુકાને પહોંચીને ફાયરબ્રિગેડને ફોન કરીને બોલાવેલ ફાયરબ્રિગેડના કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી નાખી હતી. પરંતુ દુકાનમાં રહેલ કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા ઇલેક્ટ્રોનિક વજન કાંટો તેમજ અનાજ-કરિયાણાના સામાન મળી કુલ આશરે ૭૦ હજાર ઉપરાંતનું નુકસાન થવા પામ્યું હતું.