Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

થોડા દિવસ પૂર્વે કહ્યું કે તારીખ ૨૦ જાન્યુઆરીથી બેંક માં ચાર્જ લાગશે હવે સરકાર કહે છે કે કોઈ પણ ચાર્જ નહિ લાગે. હકીકત શું ???

Share

પ્રથમ સમાચાર આવેલ કે બેંકની દરેક સેવાઓ પર ચાર્જ લાગશે જેમ કે પૈસા ઉપાડતી વખતે, જમા કરતી વખતે, ક્રેડિટ કાર્ડ – ડેબીટ કાર્ડ, દરેક સેવાઓ પર ચાર્જ લાગશે હવે કહે છે કે એ વાત અફવા છે તો આમાં સત્ય શું ??

આગામી તા.20થી બેન્કની તમામ સેવાઓ ચાર્જેબલ થઈ જશે તેવા અહેવાલોને આજે કેન્દ્ર સરકારે નકારતા જાહેર કર્યુ હતું કે હાલ જે ફ્રી બેન્કીંગ સેવા છે તે ચાર્જેબલ કરવાની કોઈ યોજના નથી.

Advertisement

છેલ્લા એક સપ્તાહથી સતત આવી રહેલા માહિતી પરથી નાણાકીય સેવા બાબતોના સચિવ તથા ઈન્ડીયન બેન્કીંગ એસોસીયેશન દ્વારા અલગ અલગ રીતે જણાવાયું હતું. બેન્કીંગ સેવાઓ જે હાલ ફ્રી-નિશુલ્ક આપવામાં આવે છે તેના પર ચાર્જ લગાડવાની ખબર માત્ર અફવા જ છે. ઈન્ડીયન બેન્ક એસોસીયેશન દ્વારા જણાવાયું છે કે આ પ્રકારની અફવાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઈન્ડીયન બેન્ક દ્વારા આ વિષય પર એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. જો કે સંશોધન ઉમેરાયું છે કે છતાં બેન્કો તેની વ્યાપારી અને કામકાજ સંબંધી જે ખર્ચ થાય છે તેને સતત ચકાસણી કરે છે અને તે મુજબ બેન્કીંગ સેવામાં ચાર્જીસમાં ફેરફાર કરે છે પણ બેન્ક તેની તમામ સેવાઓને તા.20થી ચાર્જેબલ બનાવી રહી છે તે ખબર પાયા વિહોણા છે. હવે જોવું રહ્યું કે હકીકત શું છે અને એનો સાચો ખુલાસો ક્યારે થશે ? કે પછી ૨૦ મી જાન્યુઆરી થી જ કાયદો અમલમાં આવી જશે.

સૌજન્ય


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં હવામાનમાં ઠંડીની શરૂઆત …

ProudOfGujarat

શ્રવણ ચોકડી વિસ્તાર માંથી ચોરી નાં વાહન સાથે વાહન ચોર ઝડપાયો

ProudOfGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

ProudOfGujarat
error: Content is protected !!