Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુના ભરૂચ ના વડાપાડા રોડ પર આવેલ વિસ્તાર માં પાણી ની લાઈન માં જોઈન્ટ નાખવા મુદ્દે સ્થાનિક વોર્ડ ૧૦ના કોર્પોરેટર ના પતિ એ કોન્ટ્રાક્ટર ને ધાક ધમકી આપી જોઈન્ટ નાખવા ની ના કહેતા પાણી વગર વલખા મારતા વિસ્તાર ના રહીશો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું…….

Share

                            
  જુના ભરૂચ શહેર ના વોર્ડ નંબર ૧૦ અને ૧૧ ની વચ્ચે આવેલ વડાપાડા રોડ વિસ્તાર ના રહીશો છેલ્લા કેટલાય વખતો થી પાણી ની સમસ્યા થી પડાઈ રહ્યા છે…સ્થાનિક કોર્પોરેટરો તેમજ તંત્ર ના કાને અવાર નવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તાર ના રહીશો આજે પણ પાણી ની એક એક બુંદ માટે તરસી રહ્યા છે અને કાળઝાળ ગરમી વચ્ચે વપરાસ માટે ના પાણી માટે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે ……………
સ્થાનિકો ના આક્ષેપો મુજબ તેઓનો વિસ્તાર વોર્ડ નંબર ૧૧ માં આવેલ છે અને તેઓ ની અવાર નવાર પાલિકા તંત્ર માં રજૂઆત ના પગલે ત્યાં પાણી ની લાઈન માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી…પરન્તુ વોર્ડ નંબર ૧૦ ના કોર્પોરેટર ફરીદા બેન બોમ્બે વાલા ના પતિ મોહજમ બોમ્બેવાલા એ પાણી ની લાઈન નું કામકાજ કરનાર કોન્ટ્રાક્ટર ને ધમકીઓ આપી કામ ન કરવાનું જણાવતા પાણી ની લાઈન નું કામકાજ બંધ પર્યુ છે…અને વડાપાડા રોડ વિસ્તાર ના સ્થાનિકો આજે પણ પાલિકા ના ફાયર વિભાગ નું પાણી ભરવા માટે મજબુર બન્યા છે ….ફાયર ના બંબા ને જોઈ સ્થાનિકો કાળઝાળ ગરમી ના માહોલ માં લાંબી લાઈનો લગાવી પાણી ભરી રહ્યા છે….
આજ રોજ સ્થાનિકો એ હાથ ના બેડા તેમજ પાણી ભરવા ની સાધન સામગ્રી સાથે ભેગા થઇ સમગ્ર મામલા અંગે મીડિયા સમક્ષ તેઓ ની વેદના કરી હતી સાથે વર્ષો થી પાણી માટે વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે પણ જણાવ્યું હતું.તો બીજી તરફ લોકો ના આક્ષેપો નો ભોગ બનેલ અને સ્થાનિક કોર્પોરેટર ના પતિ મહોજમ બોમ્બેવાલા સ્થળ ઉપર આવતા સ્થાનિક આગેવાન તસનીમ ઘડિયાળી અને લોકો નો રોષ નો સામનો કરવો પડ્યો હતો અને થોડા સમય માટે લોકો નો હોબાળા અને તું તું મેં મેં જેવા દ્રસ્યો સર્જાયા હતા ……………..
તો બીજી તરફ સમગ્ર મામલે વડાપાડા રોડ વિસ્તાર માં રહીશો દ્વારા કરવામાં આવેલ આક્ષેપો ઉપર કોર્પોરેટર ફરીદા બેન ના પતિ મોહજમ બોમ્બે વાલા એ પણ તેઓ ઉપર લગાવવા માં આવેલ આક્ષેપો ને પાયા વિહોળા ગણાવ્યા હતા અને તેઓ એ કોઈ પણ પ્રકાર ની ધાક ધમકી પાણી લાઈન ના જોઈન્ટ કરવાના મામલા માં આપી નથી તેમ જણાવ્યું હતું……….
અત્રે ઉલ્લેખનીય છે કે હર હંમેશ વિકાસીલ ભરૂચ ની ઓરખ અવાર નવાર સાંભળવા મળતી હોય છે તો બીજી તરફ નર્મદા નદી ના કિનારા પર આવેલા જુના ભરૂચ શહેર માંથી પાણી અંગે નો કકળાટ તેમજ લોકો ને પડતી હાડમારી ભરૂચ માં નેતાગીરી કરતા નેતાઓ માટે કદાચ આ નાથી મોટી સરમજનક બાબત કોઈ કહી શકાય તેમ નથી …આશા રાખ્યે કે વાડ વિવાદ અને કામગીરી માં પ્રસિદ્ધિ મેળવવા કરતા લોકો ની સમસ્યાઓ નો વહેલી તકે ઉકેલ લાવી સામાન્ય જનતા ના હ્રદય માં ઉતરવાનું કામ કરવામાં આવશે તો જ આ પ્રજા ના નેતા બનવા નો તમને હક છે નહીં તો આજ પ્રજા જે દિવસે તેનો પિત્તો ગુમાવશે તો ભલ ભલા નેતાઓ ની પીપોંડી તેઓની ગલીઓમાં પણ નહીં વાંગી શકે તે બાબત પણ આજે પાણી માટે કકળાટ કરતી પ્રજા ના મિજાજ ઉપર થી નકારી શકાય તેમ નથી………

Share

Related posts

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રકતદાન કેમ્પ….

ProudOfGujarat

ઉમરપાડા અને માંડવી ખાતે આદિવાસી દિવસ ની ઉજવણી થશે.

ProudOfGujarat

ભરૂચમાં ફલાયઓવર બ્રિજના કામકાજના સમયે વૈકલ્પિક માર્ગ અંગે વિપક્ષની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!