ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સુપર માર્કેટ સામે ઘી કુડિયા વિસ્તારમાં આજરોજ સાંજના સમયે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મહેશભાઈ નિઝામા કોઈ કામ અર્થે આવ્યા હતા તે દરમિયાન બે જેટલા અજાણ્યા શખ્સોએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તેઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત મહેશભાઈ નિઝામાને ૧૦૮ની મદદથી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જે બાદ મહેશભાઈ નિઝામાને વધુ સારવાર મળી રહે તે માટે તેઓને શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાલ સમગ્ર બનાવની જાણ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY