ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ-ભૃગુપુર સોસાયટીમાં એક ખુલ્લા પ્લોટ ખાતે એકાએક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. મળતી સ્થાનિક માહિતી અનુસાર હાલ દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે કોઈ ફટાકડાંનું તણખલું લાગી જવાથી સોસાયટીના એક પ્લોટમાં આગ લાગી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન દર્શાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક મીની ફાયર ટેન્ડરની મદદથી સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY