દીપાવલીનું પર્વ જેમ અમાસના અંધકારને પ્રજ્વલિત કરે છે એ જ રીતે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા લોકોના જીવનમાં ઘર કરી ગયેલી સમસ્યાઓ અને અજ્ઞાનના અંધકારને દૂર કરી નવો ઉજાસ પ્રગટે તેવી શુભેચ્છા સાથે રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ દ્વારા દીપાવલી, નુતનવર્ષ તેમજ ભાઈબીજ નિમિત્તે શુભેચ્છા સંદેશના માધ્યમથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

આવનારું નવું વર્ષ તમામ ભારતીયો માટે આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સુખાકારી અને પ્રગતિમય બની રહે તેવી શુભેચ્છા સાથે દેશવાસીઓમાં રાષ્ટ્રને સમર્પિત થઈ નવી ઉંચાઈએ લઈ જવાની ભાવના પ્રગટે તેવી પ્રાર્થના સાથે શુભકામનાઓ પાઠવામાં આવી.

LEAVE A REPLY