પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક એલ.એ.ઝાલા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા જણાવેલ. આ બાબતે પોલીસ સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નંદેલાવ ઓવર બ્રિજ નીચે શાહરુખ અલી અહેમદ અન્સારી ઉં.વ. ૨૧ હાલ રહે; અજીમનગર, નંદેલાવ, ભરૂચ પાસેથી સ્ટેનલેસ સ્ટીલ (S.S.)ના ભુંગળા નંગ 3 તથા 2 મીણીયા કોથળા જેમાં એક થેલામાં કોપરના તાર તથા વાયરો મળી કુલ કિંમત રૂપિયા 15,200/-નો મુદ્દામાલ કોઈપણ જાતના આધાર પુરાવા વગર મળી આવ્યો હતો. આ બાબતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY