ગોધરા એસઓજી શાખાએ બાતમીના આધારે મહેલોલ ગામેથી એક ભાડાના મકાનમાં બોગસ ડોકટર બનીને દવાખાનુ ચલાવતો ઇસમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના મહેલોલ ગામની ચોકડી પાસે આવેલા એક મકાનમાં એક બોગસ ડોકટર ડીગ્રી વગર લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરી મનફાવે તેમ સારવારના પૈસા લઈ રહ્યો હોવાની બાતમી ગોધરા એસઓજી શાખાના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી.એસઓજી ટીમે આરોગ્ય અધિકારીને સાથે રાખીને એ મકાનમા તપાસ હાથ ધરવામા આવતા જરુરી સાધન સામગ્રી મળી આવી હતી.તેનુ નામ પુછતા બબલૂ કુમાર જતીન્દ્રનાથ હલદર મુળ રહે હોમીનાપતા તા.ધાનતલા જી નોડીયા ( પશ્વિમ બંગાળ) હોવાનુ જણાવ્યુ હતુ.એસઓજીટીમે દવાઓ સહિતનો ૧,૧૪,૨૭૭ લાખ જેટલા રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વેજલપુર પોલીસ મથકે બોગસ ડોકટરને સોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામીછે.

રાજુ સોલંકી, પંચમહાલ.


 

LEAVE A REPLY