Proud of Gujarat
GujaratFeaturedINDIA

પેપર લીક મામલોઃ પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી કરાઈ ધરપકડ.

Share

લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગર પોલીસે વધુ એકની અટકાયત કરી છે. પોલીસે વહેલી સવારે ત્રણ વાગ્યે આ મામલે અરવલ્લી જિલ્લામાંથી પ્રિતેશ નટવર પટેલ નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પ્રિતેશે મનહર પટેલ પાસેથી પેપર ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે.

એલઆરડી પેપર લીક કાંડમાં બાયડ તાલુકો એપી સેન્ટર બની રહ્યાનું સામે આવી રહ્યું છે. કારણ કે પેપર લીક કાંડ મામલે આ પહેલા મનહર પટેલની ધરપકડ તેમજ જયંત રાવલ નામના બીજેપીના કાર્યકરની અટકાયત કરવામાં આવી ચુકી છે. હવે પ્રિતેશ પટેલની પણ અરવલ્લી બાયડ તાલુકાના રસોમ ગામથી અટકાયત કરવામાં આવી છે.

Advertisement

મળી રહેલ માહિતી પ્રમાણે પ્રિતેશને વહેલી સવારે તેના ઘરેથી જ ઉઠાવી લેવામાં આવ્યો હતો. હાલ ગાંધીનગર ખાતે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એલઆરડીનું જે પેપર લીક થયું હતું તેને પાંચ લાખ જેટલી કિંમતમાં વેચવામાં આવ્યું હતું. પ્રિતેશે પેપર ખરીદવા માટે આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરી તે પણ એક પ્રશ્ન છે.

વધુમાં મનહર પટેલની પૂછપરછ બાદ મળેલી લિંકના આધારે જ પ્રિતેશ પટેલની અટકાયત કરવમાં આવી છે. બીજી તરફ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા મનહર પટેલ, રૂપલ શર્મા, મુકેશ ચૌધરી અને પી.વી.પટેલને આજે મેડિકલ પરીક્ષણ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નોર્મલ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.


Share

Related posts

૪થી જાન્યુઆરી એ પંચમહાલ જિલ્લાનું ગરીબ કલ્યાણ મેળો યોજાશે

ProudOfGujarat

માંગરોળ : “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ-2022” હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ગોધરામાં સાર્વજનિક કોમર્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિની એ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પાસ કરી કોલેજ અને જીલ્લાનુ નામ રોશન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!