– અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય સંસ્થાઓને વધુ કાર્યક્ષમ, સ્વચ્છ, સુઘડ, ગુણવત્તાસભર અને જવાબદેહી યુક્ત બનાવવા માટે પદાધીકારીઓ દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. જે અંતર્ગત તારીખ- 06/12/18ના રોજ અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ચેકલીસ્ટ ભરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા ખાતે પદાધીકારીઓ દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું અને ચેકલીસ્ટ ભરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ગુરૂવારે પદાધીકારીઓ દ્વારા મુલાકાત લઇને જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY