પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.વાય.પઠાણ નાઓની સુચના અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ અનુસંધાનમાં પકડવાના બાકી પડતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડના સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓની શોધી કાઢવા ભરૂચ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. III 76/2018 પ્રોહી. ક. 65એઇ, 81, 98(2) મુજબના ગુનામાં પકડવાનો બાકી આરોપી દિનેશ ઉર્ફે બબુલ અજીત પાટણવાડીયા ઉં.વ. 33 રહે; ઇન્દીરાનગર ઝુપડપટ્ટી, ભરૂચને ભરૂચ ખાતેથી આજરોજ તા. 6/12/2018ના કલાક 14:30 વાગે CRPC કલમ 41(1) મુજબ અટક કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે.

LEAVE A REPLY