Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝગડિયા જી.આઇ.ડી.સી. માં આવેલ દઠેડા વિસ્તારમાં પાણીની ટાંકીની દિવાલ ધરાશય થઇ

Share

 

Advertisement

ત્રણ ના મોત બે ને ઇજા

રાત્રીના અગિયાર વાગ્યે દિવાલ ધસવાનો બનાવ બનતા અફરા તફરીનો માહોલ

ઝગડિયા જી.આઇ.ડી.સી. ના દઠેડા વિસ્તારમાં રહેતા કામદારોનાં ફળીયામાં પાણીની ટાંકી રાત્રીના અગિયાર વાગ્યે ધરાશય થતા ત્રણ કામદાર ના મોત નિપજ્યા હતા જ્યારે બે કામદાર ને ઇજા પહોચી હતી.મરણ જનાર અને ઇજા પામનાર તમામ પરપ્રાંતિય કામદારો યુ.પી.એલ.-૫ માં કોંટ્રક્ટ પ્રથામાં કામ કરતા હતા અને લેબર કોલોનીમાં રહેતા હતા આ બનાવ અંગે ઝગડિયા પોલીસ મથક ને જણ કરતા નિખિલેશ કુમાર રામદેવ પ્રસાદ યાદવે પોલીસ તંત્રને જાણ કરતા જણાવ્યૂ કે દઠેડા ખાતે આવેલ લેબર કોલોનીમાં તમામ મોત પામેલ અને ઇજા પામેલ કામદારો રહેતા હતા.આ કામદારો એચરેક કંપનીના કોંટ્રાક્ટ હેઠળકામ કરી રહ્યા હતા રાત્રીના અગિયાર વાગ્યા ના સુમારે પાણીની ટાંકી પાસે હાથ-પગ ધોવા અને સીડી (ઘોડો) ધોવા ગયા હતા તેવામાં અચાનક બ્લોક થી બનાવેલ કાચી દિવાલ ધરાશય થતા પાંચ કામદારો બ્લોક નીચે દટાઇ ગયા હતા જેમાના ત્રણ કામદાર (૧) ધરમવીર સીતારામ પાસવાન ઊ.વ- ૩૩ રહે. ઓરંગાબાદ,બિહાર (૨) જયપાલ તપસ્યારાય યાદવ ઊ.વ.-૫૦ રહે. બિહાર (૩) અરાધન શેખેશ્વર ઊ.વ.-૩૮ રહે. પ.બગાળ હાલ તમામ રહેવાસી દઠેડાને ગંભીર ઇજાઓ પહોચતા તેમના મોત નિપજ્યા હતા તથા અન્ય બે કામદારો સુરેંદ્ર કુમાર અને બાબુ મંડલને નાની મોટી ઇજાઓ થતા તેમને તત્કાલ સારવાર અર્થે હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા જ્યારે મ્રુતકોના દેહને પોસ્મોટમ અર્થે સીવીલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા સમગ્ર બનાવની તપાસ ઝગડિયા પોલીસના પી.આઇ. એસ.ડી. વસાવા કરી રહ્યા છે…

બોક્ષ:  કોંટ્રાક્ટર અને તંત્રની બેદરકારીના પગલે નિર્દોષ કામદારોના મોતની ઘટનાઓનો સીલસીલો …

ભરૂચ જીલ્લામાં ઓધ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ થતા વિવિધ જી.આઇ.ડી.સી.ઓમાં નામાંકિત કંપનીઓ ધમધમી રહી છે સામાન્ય રીતે આ કંપનીઓના કર્તાહર્તાઓનું ધ્યાન માત્ર અને માત્ર નફો અને લક્ષ્યાંકો પર જ છે તેઓ માનવ ને પણ એક મશિન સમજે છે.તેમાય અંક્લેશ્વર અને ઝગડિયા વિસ્તારમાં આવેલ યુ.પી.એલ.નાં યુનિટોમાં કઇ કેટલાય લેબર કોંટ્રક્ટરો લેબર સપ્લાય કરી રહ્યા છે કાગળ ઉપર તમામની  લેબર કોલોનીઓ છે પરંતુ આ કોલોનીઓમાં કેવી સગવડ છે તે અંગે કોંટ્રાક્ટરોકે કંપનીઓ નાં કર્તાહર્તાઓ કઇ ધ્યાન રાખતા નથી માનવ અધિકારનાં હિતની વાતો કરનારાઓ પણ લેબર કોલોનીમાં પણ લટાર મારવા જતા નથી તેથી આવા દુ:ખદ બનાવ બને છે .જેમ કે હાથ પગ અને સીડી ધોવા ગયેલ પાંચ કામદારો પર ટાંકીની દિવાલ ધસી પડી તે ઇંટ અને સિમેંટ માંથી બનાવી ન હતી પરંતુ મસ મોટા અને ભારે ભરખમ કોઇ બાંધકામ ની સાઇડ પર વધેલા બ્લોકો વડે બનાવાય હતી જેથી વજનદાર બ્લોક પડતાજ મજુરો દટાઇ ગયા હતા જેમની ઉંમર ૩૦ થી ૩૫ વર્ષની હતી તેવા મજુરો આવા બ્લોક નીચે દટાઇ ગયા તેથી બ્લોક કેટલા ભારે હશે તેની કલ્પના કરવી રહી. મરણ જનાર અને ઇજા પામનારનાં કુંટુબી જનોને કંપની કે કોંટ્રાક્ટર કેટલુ વળતર આપશે તે જોવુ રહ્યુ પરંતુ હાલ તો કામદાર જગત માં તિવ્ર રોષ ફાટી નિકડ્યો છે આ ઉપરાંત સરકારી લેબર ઓફિસરોએ પણ તેમની ફરજ માં આવતી તમામ ચકાસણીઓ કરી હોય તો આવા કરૂણ બનાવો બનતા અટકે તેવી લોકચર્ચા ચાલીરહી છે


Share

Related posts

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ફરિયાદનો મામલો, ન્યાય નહીં મળે તો આદિવાસીઓ રસ્તા પર આવશે : શેરખાન પઠાણ

ProudOfGujarat

વડોદરામાં ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગાંધીનગર : પાલજ બ્રિજ નજીક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 873 પેટીમાંથી 40 લાખનો દારૂ જપ્ત, બે ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!