ભરૂચ નગરમાં ઠેર-ઠેર રસ્તાઓ ઉપર વિવિધ ખાડાઓ પડી ગયા છે ત્યારે નગરપાલીકાઓ દ્વારા ખાડા પુરવા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ખાડા પુરનાર મજુરો અને કામદારોની હાલત ખુબ દયનીય અને જોખમી જણાય રહી છે.એક તરફ ખાડા પુરવા અંગેની જોખમકારક સામગ્રીઓ જેમાં અણીયારા મેટલ તેમજ હોટમીસ ડામર વાળા માલનો સમાવેષ થાય છે ત્યારે કામદારોને સરકારી ધારા-ધોરણ મુજબના નિયમ મુજબના સેફ્ટીના સાધનો જેવા કે હાથમોજા બુટ-માસ્ક આપવામાં આવતા નથી.જેને કારણે કામદારોનીપરિસ્થિતી ખુબ દયાજનક બની ગઇ છે તો બીજી તરફ થોડા દિવસ અગાઉ ડોર-ટુ‌-ડોર અભિયાનના વાહન વોર્ડ નં-૭ નાં વિસ્તારોના રહિશોનો કચરો ઉઠાવવાના બદલે નગરપાલીકાની બહારના વિસ્તારની પ્રાઇવેટ હોટલોનો કચરો ઉઠાવતા હોવાનુ જણાયુ હતુ.જો કે આ અંગે એક જાગ્રુત નાગરિકે ચીફ ઓફિસને જાણ કરતા ચીફ ઓફિસરે લગન કોંટ્રાક્ટરને દંડ ફટકાર્યો હતો.તેમ છતાય વોર્ડ નં-૫ અને વોર્ડ નં-૬ ના ડોર-ટુ‌-ડોર નો કચરો ઉઘરાવનાર પોતે મનસ્વી પણે અન્ય વિસ્તારોનો કચરો ઉઘરાવતા હોવાનુ જાગ્રુત નાગરીકે નગરપાલીકાના લગન અમલદારોને જણાવ્યા છતા હજી પણ આ પરિસ્થિતીમાં કોઇ સુધારો થયો નથી જે નોંધપાત્ર બાબત છે.જો કે જો પ્રમુખ અને ઉપપ્રમુખમાં આ રીતનું કોંટ્રાકટરોનું વલણ હોય તો અન્ય વિસ્તારોમાં કેવી પરિસ્થિતી હશે તેની કલ્પના કરવી રહી……..

LEAVE A REPLY