દેવળોમાં પ્રાથના સભા યોજાઇ…..

સમગ્ર ક્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વ અને ભગવાન ઇશુનાં જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.દેવળોમાં પ્રાથના સભા યોજાઇ હતી તેમજ ક્રિસ્તી સમાજના લોકોએ તેમજ અન્ય સમાજના લોકોએ પણ સુભેચ્છા પાઠવી હતી અને ઠેર ઠેર પ્રવચનો યોજાયા હતા.નાતાલ પર્વ નીમિતે સમગ્ર ભરૂચમાં ઠેર ઠેર આનંદ અને ઉમંગ નાં વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.નાતાલ પર્વ નિમીતે ભરૂચ ૧૦૮ ઇમરજંસી સેવા દ્વારા ભરૂચ સીવીલ હોસ્પીટલનાં દર્દીઓ ને અને બાળકોને ચોકલેટ અને બિસ્કિટ વહેચી ઉજવણી કરી કરી હતી.આ પ્રસંગે ભરૂચ ૧૦૮ નાં ઇ.એમ.ઇ. અશોક ભાઇ મીસ્ત્રી તેમજ અન્ય કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સાંતાક્લોઝે અનેરૂ આકર્ષણ જમાવ્યું હતુ….

LEAVE A REPLY