ઇકો કાર ,વિદેશી દારૂ ,મોબાઈલ ફોન ,રોકડા નાણાં મળી કુલ રૂ .૩૫૭૯૯૦ ની મત્તા જપ્ત ..
.૨ આરોપી ઝડપાયા અને ૨ આરોપી વોન્ટેડ
ભરૂચ તા ૧૦
સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાંથી ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂ ઠલવાઇ રહ્યો છે .તેવી બાતમી મળતા એલ .સી .બી .પોલીસે વોચ ગોઠવી હતી .જેના પગલે કોસંબા તરફથી ભરૂચ જિલ્લાના જંબુસર તરફ લઈ જવાતો વિદેશી દારૂ નો જથ્થો ઇકો કાર માંથી ઝડપાયો હતો પોલીસે કાર , વિદેશી દારૂ ,તેમજ રોકડા નાણાં મળી કુલ રૂ ૩૫૭૯૯૦ ની મત્તા જપ્ત કરી હતી આ બનાવ અંગે પોલીસે ૨ આરોપીની અટક કરેલ છે .જયારે ૨ આરોપી વોન્ટેડ છે
આ અંગે વિગતે જોતા એલ .સી .બી .પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને મળેલ બાતમી મુજબની સફેદ ઇકો કાર જણાતા તેની તપાસ કરી હતી જેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર નગ ૩૦૦ કી.રૂ.૪૪૪૦૦ મોબાઇલ નગ ૩ કી .રૂ .૭૫૦૦ રોકડા નાણાં રૂ .૬૦૯૦ મળી કુલ રૂ .૩૫૭૯૯૦ ની મત્તા પોલીસે જપ્ત કરી હતી .આ અંગે આરોપીઓ ૧ નવીન રમેશભાઈ પરમાર રહે.જનતા બેન્ક પાછળ જંબુસર જી.ભરૂચ ૨ વિનય નવીનભાઈ પટેલ રહે .પટેલની ધર્મશાળા પાસે ગાયત્રી નગર જંબુસર મૂળ રહે .ગાયત્રી નગર કતારગામ સુરત ની અટક કરેલ છે જયારે આરોપી ૧ મામા નામની વ્યક્તિ ૨ મુકેશ વેલજી ચૌધરી રહે .કોસંબા જી.સુરત વોન્ટેડ છે .પોલીસ વધુ તપાસ કરી રહી છે .એમ માનવામાં આવી રહ્યું છે .

LEAVE A REPLY