ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર ધ્વારા હાલ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમા ની સુચના મુજબ એલ.સી.બી ભરૂચના ઈન્ચાર્જ. પી.આઈ કે.જે ધડુક ના માર્ગદર્શન હેઠળ  એ.એસ ચૌહાણ તથા વાય.જી ગઢવી તેમજ પોલીસના માણસો પેટ્રોલીંગમા હતા ત્યારે અંકલેશ્વર વિસ્તારમા એવી બાતમી મળી હતી કે તા. ૨૩-૧૨-૨૦૧૮ના રોજ ભરૂચ શિતલ સર્કલ પાસે થી ભરૂચ એસ.ઓ.જી પોલીસે એક ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલ એક ઈકો કાર ઝડપી પાડેલ હતી. જે બાબતે ભરૂચ સી ડીવીઝન મથકે ગુનો નોંધવામા આવ્યો હતો. આ ગુનામા વોંટેડ બે આરોપી મોહંમદ ઝુબેર ઉર્ફે હાજી મલીક રહે. મદીના હોટલ નીચે મલેક વાડ ભરૂચ તથા શારૂખ ઈસમાઈલ કુરેશી રહે. મદીના હોટલ સિપાઈ વાડ ભરૂચ અંકલેશ્વર ખાતે આવેલ હોવાની બાતમી મળતા બન્ને આરોપીને ઝડપી પાડેલ છે.

LEAVE A REPLY