સ્થાનિક રહિશોમા વ્યાપેલ રોષ

10 વર્ષમા ૨૦૦ કરતા વધુ કાચબાઓના મોત

ભરૂચ નગરના ઐતિહાસિક અને હેરીટેજ વોકમા સામેલ થયેલ એવા રતન તળાવ ના પાણીમા અલભય પ્રજાતી ના કાચબાઓ વિચરણ કરી રહ્યા છે. તેવામા દિન-પ્રતિદિન રતન તળાવનુ પાણી પ્રદુષિત થતા કાચબાઓના સમયાંતરે મોત નિપજ્યા હતા. આ અંગે સુરેશભાઈ વસાવાએ ફોરેસ્ટ વિભાગને પત્ર લખી જાણ કરેલ છે કે રતન તળાવ મા વિચરતા શિડ્યુલ ૧ ના કાચબા ના સ્વરક્ષણ અંગે ભરૂચ વન વિભાગ નિક્ષકાળજી દાખવી રહ્યુ છે. પત્ર મા જણાવ્યા અનુસાર ભરૂચના રતન તળાવમા ખુબ જ અલભય અને શિડયુલ ૧ ના જળચર પ્રાણી એવા કાચબાઓ વસવાત કરી રહ્યા છે. જેમનો સઈકાઓ  નો જુનો ઈતીહાસ છે. એ ગણતરી મુજબ વર્ષ ૨૦૧૦ થી વર્ષ ૨૦૧૮ સુધીમા આશરે ૨૦૦ કરતા વધુ આ શિડયુલ ૧ મા સમાવેશ પામેલ કાચબાના મોત નિપજેલ છે. જે અંગે મૃત કાચબાઓના પોસ્મોર્ટમ કરાવતા ચોંકાવનારા તથ્ય બહાર આવ્યા છે. એવુ કારણ આવ્યુ છે કે પ્રદુષિત રતન તળાવના પાણી ના કારણે આ કાચબાઓના મોત નિપજ્યા હતા. ત્યારે રતન તળાવના પાણી ને પ્રદુષિત કરવામા ઘણા પરીબળો કામ કરી રહ્યા છે જેમા મુખ્ય ભુમિકા ભરૂચ નગર પાલિકા તંત્ર ની છે. ભરૂચ નગર પાલિકા દ્રારા આડે ધડ રીતે ડ્રેનેજ લાઈન અને આજુબાજુના રહેણાંકના ડ્રેનેજ કનેકશન તળાવમા આપવામા આવેલ છે. જેથી તળાવ જેવુ નવહેતા પાણીના જથ્થામા પ્રદુષિત પાણી ભરતા સમગ્ર રતન તળાવ નુ પાણી ખુબ ભયજનક રીતે પ્રદુષિત થતા શિડયુલ ૧ ના આવા કાચબાઓ મોત પામી રહ્યા છે. પરંપરા ગત રતન તળાવ આ કાચબાઓનુ નિવાસ્થાન છે ત્યારે તળાવનુ પાણી નરકાગાર સમાન પ્રદુષિત થઈ ગયુ છે. ત્યારે હજી પણ કાચબાઓની સુરક્ષા અંગે તંત્ર ની ઉદાસીનતા છતી થાય છે. એટલુજ નહીં પરંતુ હેરીટેજ વોકમા સમાવેશ પામેલ રતન તળાવ ના વિકાસ અંગે તંત્ર દ્રારા કોઈ પ્રાવધાન કરાયુ નથી.તેમજ નવાઈ ની બાબતો એ છે કે રતન તળાવના એક પાણી શુધ્ધી કરણ કરવાના પ્રયાસના ભાગ રૂપે કાચબાઓ ને કહેવાતા સલામત સ્થળે એવા કુંડામા મુકવામા આવ્યા હતા. પરંતુ ત્યા પણ કાચબાઓ અસુરક્ષિત રહેતા કાચબાઓ એ જીવ ગુમાવ્યા હતા. એવુ પત્ર મા જણાવેલ છે. પત્ર સિવાઈની બીજી ચોંકાવનારી વિગતો જોતા રતન તળાવના પાણી શુધ્ધિકરણ પ્રોજેકટ અંગે મોટુ બજેટ ફાળવવામા આવ્યુ હતુ. ૧૭ દિવસ પાણી શુધ્ધિકરણ અંગે મોંઘીદાટ પ્રકિયા  કરવામા આવી હતી. કેટલોક જથ્થો લીલ અને વનસ્પતિ પાણી માથી કાઢવામા આવેલ હતુ પરંતુ અચાનક આ અભિયાન પરતુ મુકાયુ અને ફરી કાચબાઓના મોત નિપજવાનો શિલ શિલો શરૂ થયો. આ વિસ્તારના લોકો ની કાચબાઓ સાથે એવી લાગણી છે કે તેમના મોત અંગે આવેદન પત્રો કે રેલી, ધરણા, ઘેરાવો અને હાલમા મૃત કાચબાની સ્મશાન યાત્રા યોજવામા આવી હતી. તેમ છતા તંત્ર ની ઉંઘ ઉડતી નથી. માત્ર હેરીટેજ વોકમા રતન તળાવનો સમાવેશ કરવાથી કોઈ અર્થ સરતો નથી ઉલટાનુ પ્રવાસીઓ રતન તળાવની અને ખાસ કરીને કાચબાઓની આ હાલત જોઈ કછાપ લઈને જાય તેવી પણ સંભાવના છે.

LEAVE A REPLY