મુનશી સ્પોર્ટ્સ એકેડેમી નુ તારીખ 20ના રોજથી આરંભ

સ્ટાર ક્રિકેટર યુસુફ પઠાણ ઇરફાન પઠાણ, રસિદ પટેલ અને અન્ય ક્રિકેટરો ઉપસ્થિત રહેશે
ઉદઘાટન સમયે બરોડા ઇલેવન અને ગુજરાત ઇલેવન વચ્ચે પ્રથમ ફ્રેન્ડલી મેચ રમાશે

મુનશી મનુબરવાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુનશી સ્પોર્ટ્સ એકેડમી નું ઉદઘાટન તા૨૦/૧/૧૯ના રવિવારે સવારે મુનશી વિદ્યા ધામ ખાતે થશે જે અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકાર પરિષદમાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર રસીદ પટેલે માહિતી આપી હતી કે ખ્યાતિપ્રાપ્ત ક્રિકેટ યુસુફ પઠાણ તેમજ ઇરફાન પઠાણ કિરણ મોરે ,મુનાફ પટેલ વગેરે ઉપસ્થિત રહેશે આ એકેડેમીની સ્થાપનાં અંગે નો હેતુ જણાવતા રસીદ પટેલે જણાવ્યું હતું કે ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓને આર્થિક સંકળામણ ઉભી થાય છે ક્રિકેટ શીખવા માટે બહારગામ જવું પડે છે ઘણી બધી તકલીફોનો સામનો કરતા ટેલેન્ટેડ ખેલાડીઓની તકલીફો દૂર કરવા માટે આ એકેડમીની સ્થાપના કરવામાં આવી રહી છે ભરૂચના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તે એકેડમી નો મુખ્ય હેતુ છે આ પ્રસંગે એન.આર.આઈ અને સંસ્થાના ટ્રસ્ટી યુનુસભાઇ એ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં નાના નાના ગામો માંથી આવતા અને આ એકેડમીમાં તાલીમ પામેલ ખેલાડીઓ ની મેચ બ્રિટિશ ક્રિકેટ ક્લબ સાથે રમાડવાનો આયોજન વિચારેલ છે મુનસી ક્રિકેટ એકેડેમીમાં શીખીને ભરૂચ નું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તેવી આશા વ્યક્ત કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં સલીમભાઈ અમદાવાદી પણ હાજર રહ્યા હતા

LEAVE A REPLY