આ કૌભાંડ મસ મોટું હોવાના પગલે સમગ્ર રાજ્ય્માં આ રીતના કૌભાંડની થતી ચર્ચા:

  • ભરૂચ જીલા વિકાસ અધિકારીનેદયાદરા ગામના મિનહાજ શબ્બીર હુશેન ડેરીવાલાએ એક અરજી આપતા અને આ અરજીદ્વારા મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરતા સમગ્ર પંથક્માં ચક્ચાર મચી ગઈ છે. તે સાથેઆ રીતનું કૌભાંડ્નીનોંધ રાજ્યસ્તરે પણ લેવાતા સ્મગ્ર રાજ્યમાં પંચાયતી પ્રથામાં આવા કૌભાંડ અંગે ચર્ચા ચાલીરહી છે.

સૌ પ્રથમ ગણતરીના દિવસો પહેલા તા.21/12/18 ના રોજ ભરુચ જીલ્લા વિકાસ અધિકારીને મિનહાજ  ડેરીવાળાએ એક અરજી આપી સામાન્ય રીતે અરજીઓ ઉપર છ મહિના કે વર્શ સુધી ધ્યાન અપાતુ નથી.પરંતુ અરજીમાં ભયંકર ઉચાપત અન એ કૌભાંડ અંગે સીધી વિગતો હોવાના પગલે તંત્ર દોડતું થયું છે. અરજીમાં ચૌદમાં નાણાપંચમાં ઉચાપત થયેલ હોય અને કામોમાં ગેરરીતી થઈ હોવાનો આક્ષેપ કરાયો છે. વધુ વિગતો જોતા ભરુચ તાલુકાના દયાદરા ગામે 14માં નાણાપંચ અંતરગત 20/18-19/369 થી 378 તા.12/7/18 ના અનુસંધાન અનુક્રમ નં. 4 માં દયાદરા ગામે વિજ પોલ સાથે એલ.ઇ.ડી લાઇટનું કામ થઈ ગયુ હોવાનું બતાવેલ છે. જે કામ અગાઉ થઈ ચૂક્યુ હતું અને ફરીવાર બતાવવામાં  આવેલ છે. આમ એક કામ જે થઈ ગયેલ કછે તે કામ બીજીવાર બતાવી તંત્રસાથે છેતરપીંડી કર્વામા આવી છે. તો બીજી તરફ કેટલા કામો થયા નથી. જેમ કે ક્રમાંક તા.પં./બાંધકામ/14 મો નાણાપંચ -18 ભરુચ તા.30/1/18 જેનો અનુક્રમ નંબર બે મુજબ કોગોબવાળી સ્ટ્રીટ્માં પેવર બ્લોકનું કામ બનાવેલ છે જે થયું જ નથી. આમ ફરી તે પણ ગેરરીતી કરવામાં આવેલ છે. વળી અનુક્રમ નં-4 દયાદરા ગામે પ્રેમનગરી વિસ્તારમાં આરીફ પાનોલીવાળાના ઘરેથી દરબાર લાગ્યાના ઘર સુધી પેવર બ્લોકનું કામ બતાવેલ છે. તે પણ ભૂતિયા છે. એટલેકે માત્ર ચોપડે ચડાવેલ છે. આટ્લેથી ન અટકતા તા.પં./બાંધકામ/14 નાણપંચ સતત ભરુચ તા.18/7/18 ના પત્રક્રમાંક અનુસંધાને અનુક્રમ  નં.1 દયાદરા ગામે પ્રેમનગરી વિસ્તારમાં મુખ્ય કાંસમાં ગટર લાઇનનું કામ તે સાથે અનુક્રમ નંબર-2  માપણી કામો બતવેલ છે. જે થયેલ નથી . આવી જ રીતે 14માં નાણાંપંચમાં ગ્રામપંચાયત દયાદરા દ્વારા ઘણી ગેરરીતી ઉચાપત  થયેલ છે.તેઓ આક્ષેપ અરજીમાં મિનહાજ ડેરીવાળાએ કરેલછે. તથા આ કામો થયાની સી.સી. તા.પંચાયત સેલ્ફ ઉપાડેલ છે. જે અંગે તપાસની માંગણી કરવામાં આવી હતી.

આજરોજ આ અંગે દયાદરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકીદેવાયો હતો. અને ટી.ડી.ઓ ઝડીયાની ઉપસ્થિતીમાં તપાસ કરવામાં આવી શકે તેમ નથી,. પરંતુ કૌભાંડીઓએ કાગળ પર કામોના ભૂતિયા કૌભાંડો કેવી રીતે દોડાવાયા તેનું વિષ્લેષણ જોતા એક્નું એક કામ વધુ વખત બતાવી ગેરરીતી કરવામાં આવી તે સાથે  જે કામો થયા જ નથી તે કામો પણ કાગળપર બતાવી સમગ્ર નાણાં ઉપાડી લેવાયા. તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો હજી પણ વઘુ કૌભાંડો બહાર આવે તેવી સંભાવના નકારી શકાયતેમ નથી..

LEAVE A REPLY