૧૪ ફેબ્રુઆરી એટલે પુસ્તક ભેટ દિવસ .આ દિવસની ઉજવણી કે.જે.ચોક્સી લાયબ્રેરીએ અનોખી રીતે કરી સાથે જ લાયબ્રેરીના સ્થાપનાના ૧૦ વર્ષ પુરા થતા હોય તેની ઉજવણી પણ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ભણતા બાળકોને પુસ્તક ભેટ આપી કરી .

૧૪મી ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં બાળકોને પુસ્તક આપવા માટે આંતરરાષ્ટ્રીય પુસ્તક આપવાનો દિવસ ઉજવાય છે ત્યારે કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી દ્વારા આમોદ તાલુકાના કેરવાળા ગામમાં આવેલી ગ્રામ્ય લાયબ્રેરી શ્રીમતી ઉજમબેન રામચંદ્ર કોઠારી અને અનુષુયાબેન કનુભાઈ કોઠારી સાર્વજનિક પુસ્તકાલયના બાળકોને ગમતા ખાસ પુસ્તકો અને મેગેઝીનો આપવામાં આવી હતી .

કેરવાળા ગામના રહેવાસી અને પુસ્તકાલયના સ્થાપક યોગેશ કોઠારીએ કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરીના ગૌતમભાઈ ચોક્સી ટ્રસ્ટી મંડળ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર મનનભાઇ ચોક્સીનો આભાર માન્યો હતો .

LEAVE A REPLY