ભરૂચ સ્થાપના દિવસ વસંત પંચમી એ
ભરૂચ ટોપ એફ.એમ. દ્રારા પેન્ટિન્ગ થકી ભવ્ય ઈતિહાસ ઉજાગર કરાયો

ભૃગુ ઋષિએ 8000 વર્ષ પેહલા કાચબાની પીઠ પર સવાર થઈ 18000 શિસ્યો સાથે ભૃગુનગરી વસાવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર આજે વસંત પંચમી એ સૌ પ્રથમ વખત ભૃગુ ઋષિ નો પ્રાગટ્ય દીવસ અને ભરૂચનો સ્થાપના દિન ઉજવી રહી છે. જેનાં ભાગરૂપે મકતમપુર સ્થિત કૃષિ મહાવિદ્યાલય ની દિવાલો પર એફ.એમ. ભરૂચ દ્રારા ભરૂચના ભવ્ય ઇતિહાસને પેન્ટિન્ગ થકી ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો.

પ્રાચિન અને ઐતિહાસિક નગરી ભરૂચની ધરોહર સમાન હેરીટેઝ વારસાને જી. એન.એફ.સી. તેમજ કે.જે.ચોક્સી લાઈબ્રેરી નાં સહયોગથી ટોપ એફ.એમ. 105.2 દ્રારા દિવાલો પર ભરૂચનો ઝળહળતો ઇતિહાસ ચિત્ર સ્વરૂપે કંડારવામાં આવયો હતો.

LEAVE A REPLY