ઓ એન જી સી વર્કશોપમાં જુગાર રમતા ૧૩ આરોપીઓ ઝડપાયા ….
વર્કશોપ કે જુગારધામ ચાલતી લોકચર્ચા ..
અંકલેશ્વર સ્થિત ઓ એન જી સી વર્કશોપમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા અંકલેશ્વર સીટી પોલીસે રેડ કરતા ૧૩ જેટલા જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા .તેમની અગઝડતી અને દાવપરના નાણાં મળી કુલ રૂ ૭૨૧૨૦ પોલીસે જપ્ત કર્યા હતા ઓ એન જી સી વર્કશોપ માં જુગાર રમાતો હોવાની ચર્ચા ઘણા લાંબા સમયથી લોકોમાં ચાલી રહી હતી આ દરમ્યાન જુગાર અંગે બાતમી મળતા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ પી આઈ જે જી અમીન પી એસ આઈ કે એસ સુથાર પી એસ આઈ એસ એન ગોહિલ અને તેમની ટીમે ઓ એન જી સી વર્કશોપ વિસ્તારમાં રેડ કરતા ફિરોજ અબ્દુલ મલેક અને અન્ય ૧૨ જુગારીયાઓ પત્તા પાનાંનો જુગાર રમતા ઝડપાયા હતા જેમની અગ ઝડતીના અને દાવપરના મળી કુલ રૂ ૭૨૧૨૦ પોલીસે જપ્ત કર્યા હતા આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસ તપાસ કરી રહી છે

LEAVE A REPLY