રીક્ષા માંથી વિદેશી દારૂ નું વેચાણ કરતા ઝડપાયા …
રીક્ષા અને વિદેશી દારૂ મળી કુલ રૂ ૧૦૬૫૦૦ ની મત્તા જપ્ત ૨ ઈસમોની અટક …
તુલસીધામ વિસ્તારની ઘટના ….
ભરૂચ
ભરૂચ થી ઝાડેશ્વર જવાના માર્ગ પર આવેલ તુલસીધામ વિસ્તારમાં સાંજે ૬ વાગ્યાના અરસામાં રિક્ષામાંથી વેચાણ થતો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો હતો પોલીસે રીક્ષા અને વિદેશી દારૂ મળી કુલ રૂ ૧૦૬૫૦૦ની મત્તા જપ્ત કરેલ છે તેમજ ૨ ઈસમોની અટક કરેલ છે
આ બનાવ અંગે વધુમાં જોતા સાંજે ૬ વાગ્યા ના અરસામાં તુલસીધામ વિસ્તારમાં રીક્ષા માંથી વિદેશી દારૂની ૧૩ બોટલ કી .રૂ .૬૫૦૦ ઝડપાઇ હતી રીક્ષા અને વિદેશી દારૂ મળી પોલીસે રૂ ૧૦૬૫૦૦ની મત્તા જપ્ત કરેલ છે આ અંગે આરોપી કમલેશ રમેશ મિસ્ત્રી ,અને રાજેશ ઉર્ફે શભુ રમણ મિસ્ત્રી બને રહે નિઝામવાડી ભરૂચની પોલીસે અટક કરેલ છે વધુ તપાસ સી ડિવિઝન પોલીસના પી એસ આઈ પાટીલ કરી રહ્યા છે

LEAVE A REPLY