તવરા નવીનગરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા
ભરૂચ નજીક આવેલ તવરા ગામ ના નવીનગરી વિસ્તારમાં જાહેરમાં પત્તા પાનાંનો જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા હોવાનો બનાવ બન્યો હતો
આ બનાવની વિગત જોતા ભરૂચ પોલીસના સી ડિવિઝન પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ તવરા ગામના નવી નગરીમાં જાહેરમાં પત્તા પાનાંનો જુગાર રમતા તવરા ગામના અનિલ અશોક વસાવા ,પરેશ લક્ષમણ વસાવા ,જસુ લક્ષમણ રાવલ ,પ્રવીણ ભીખા વસાવા ,રસિક કિરીટ વસાવા પત્તા પાના નો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા જેમનીપાસેથી પોલીસે રૂ ૩૨૩૦ જપ્ત કરેલ છે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પી એસ આઈ પાટીલ તપાસ કરી રહ્યા છે

LEAVE A REPLY