પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી અંગે પત્રકાર પરિષદ યોજાઈ
ભરૂચ
ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો અમલીકરણ થઈ રહ્યું છે જેની માહિતી આપવા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું .કલેકટર રવિ અરોરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ૨ હેકટર કે તેથી ઓછી જમીન ધરાવનાર સીમાન્ત ખેડૂતોને આયોજનાનો લાભ મળશે વાર્ષિક રૂ ૬૦૦૦ની રકમ ચૂકવાશે જે દર ૪ મહિને ત્રણ હપ્તામાં ચૂકવાશે પહેલો હપ્તો તા.૧-૧૨ -૧૮ થી અસર માં આવે તેવી રીતે ચૂકવાશે કિસાનોએ જમીનની ૭/૧૨ અને ૮ અ ની નકલ ,બેન્ક ખાતાની વિગત ,આધાર કાર્ડ વગેરે વિગતો આપવાની રહેશે.આ અંગે ગ્રામસ્તરે ગ્રામસેવક અને તલાટી કમ મંત્રી નો સમ્પર્ક સાધવાનો રહેશે ગ્રામ સભામાં પણ માહિતી આપવાની રહેશે પત્રકારપરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શિપ્રા આંદ્રે અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY