ભરૂચની શિવ કૃપા સોસાયટીના રહીશો રસ્તાની સમસ્યાના પગલે લાંબા સમયથી હેરાન પરેશાન થઇ ગયા છે. આ રહીશોની ફરિયાદ સંભાળવા માટે નગરપાલિકા સભ્ય પણ રહીશોની ફરિયાદ કાને ન લેતા હોવાના પગલે રહીશોએ નગરપાલિકાનું સીધો સંપર્ક કર્યો હતો. જ્યાં નગરપાલિકા ના કર્તા-હરાત ઓએ પણ કોની એ ગોળ લાગડ્યો હોય તેમ જુઠા વચનો આપ્યા હતા. જેથી આજે કંટાળીને શિવ-કૃપા સોસાયટી ની મહિલાઓએ નગરપાલિકા ખાતે હલ્લા બોલ કાર્યક્રમ કર્યો હતો અને થાળી વગાડી નગરપાલિકા તંત્ર ને       ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. બિસ્માર રસ્તાના પગલે મહિલાઓએ સુત્રોચાર  કર્યો હતો. આ સમયે નગરપાલિકા નાં પ્રમુખ આર.વી પટેલે જાણાવ્યું હતું કે કોન્ટ્રાકટર ને તાકીદ આપવામાં આવેલ છે. પરંતુ પ્રમુખ આર.વિ પટેલ વારંવાર આવીજ રજૂઆત કરતા હોય શિક્ષક એવા આર.વી  પટેલ ની વાતો માં કોઈ ને હવે વિશ્વાસ  રહ્યો નથી. આ શિક્ષક બધાને થોટ નીશાળયા સમજતા હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

LEAVE A REPLY