ભરૂચ અને ગુજરાત ની કહેવાતી ગૌરવ સમાન જી.એન.એફ.સી નાં અંધર વહીવટ નાં પગલે કામદારો અને કર્મચારી ઓની સુરક્ષા દિન-પ્રતિદિન જોખમમાં મુકાતી જાય છે. પ્રદુષણ અને અન્ય પ્રશ્નો અંગે રહીયાદ ગામના લોકોએ વારંવાર રજૂઆત અને આંદોલન કર્યું. હોવા છતાં જી.એન.એફ.સી નાં કારભાર માં કોઈ સુધારો થતો નથી. ભરૂચ ખાતેના પ્લાન્ટમાં પણ ભૂતકાળ માં ખુબ મોટી દુર્ગતાના સર્જાઈ હતી. જેમાં કંપનીનાં કર્મચારીઓના જીવ પણ ગયા હતા. તેમ છતાં જી.એન.એફ.સી કંપની ની માનસિકતા બદલાતી નથી. સુરક્ષાના નામે જંગી ખર્ચ માત્ર કાગળ ઉપર બતાવ્યા છે. પરંતુ એવી લોક ચર્ચા ચાલે છે કે જી.એન.એફ.સી પર્યાવરણ અને સુરક્ષા અંગે સજાગ નથી આ બાબતને સાબિત કરતી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે તા. ૦૨-૦૪-૨૦૧૮ નાં રોજ સવારના નવ વાગ્યાના સુમારે નાવેથા ગામના ૫૦ વર્ષીય શબ્બીર હુશેન રહીયાદ જી.એન.એફ.સી ખાતેના પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા અને અચાનક તેમનું મોત નીપજ્યું જો કે દહેજ પોલીસ એમ જણાવ્યું છે કે તેમને ચક્કર આવ્યા હતા. અને પડી જવાથીઓ તેમનું મોત નીપજ્યું હતું. પરંતુ સાથી કર્મચારી ઓ અને લોકચર્ચા મુજબ શબ્બીર ભાઈ ને કોઈ એવી મોટી બીમારી ન હતી તેથી ક્યા કારણોસર તેમનું મોત નુપજ્યું તે તપાસનો વિષય બની ગયું છે. જો કે કર્મચારી ગણમાં એવી લોકચર્ચા પણ ચાલી રહી હતી. કે કંપની શામ-દામ દંડ ભેડ વાળી નીતિ અપનાવી બનાવને ભીનું સંકળવા પ્રયાસ કરશે પરંતુ હાલ તો શબ્બીર ભાઈના કુંટુબ માં શોકની લાગણી છવાઈ ગઈ છે.

LEAVE A REPLY