બહેન ની બર્થ ડે માં વગુસણા ગામે આવેલાં ભાઈ ની મોટરસાયકલ ચોરાઈ

પાલેજ તા.૭

વગુસણા ગામે બહેન ની બર્થડે મનાવવા ગયેલા ભાઈ ની મોટરસાઇકલ ચોરાઈ જતા ચકચાર મચી જવા પામી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૨૫ જાન્યુઆરી નાં રોજ વરણામાં રહેતાં બીપીનભાઈ ચીમન ભાઈ પાટણવાડીયા પોતાની હીરો કંપની ની મોટરસાયકલ નમ્બર જી.જે એલ.જે ૩૯૩૨ લઈ વગુસણા ગામે પોતાની બહેન જ્યોતિબહેન અનિલભાઈ નાં ઘરે બર્થ ડે માં સાંજે આવ્યા હતા.પોતાની મોટર સાયકલ બહેન નાં ઘરે વાડા માં મૂકી હતી.જે પછી તેઓ રાત્રે રોકાણ કરી બીજા દિવસે વડોદરા લગ્નમાં ગયાં હતાં. લગ્ન નો પ્રસંગ પતાવી ત્યાંથી પરત ૫ તારીખે આવી બહેન ના ઘરે વાડા માં મુકેલ મોટર સાઇકલ ની તપાસ કરતાં મોટર બાઇક નાં હતી. જે અંગે ની ફરિયાદ નબીપુર પોલીસ માં નોંધાવી હતી. પચીસ હજાર ની કિંમત ની મોટર બાઇક કોઈ અજાણ્યા ઇશમો ઉઠાવી ગયા હતા આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી હતી.

ઇમરાન મોદી, પાલેજ

LEAVE A REPLY