-નબીપુર પોલીસ મથક ની હદ માં બીજી મોટરસાઇકલ ચોરાઈ
-મિત્ર ના ઘરે મોટર સાઇકલ મૂકી રાત્રે સુઈ જતા સવારે મોટર સાઇકલ ચોરાયના ની જાણ થઈ

પાલેજ તા.૮

વેલ્ડીંગ કારખાનું ચલાવતો યુવક પોતાના મિત્ર ના ત્યાં રાત્રી રોકાણ કરી ઘર ની બહાર મોટર સાઇકલ પાર્ક કરી સુઈ જતા રાત્રી દરમિયાન તસ્કરો દ્વાર મોટર સાઇકલ ની ઉઠાંતરી થઈ જવા પામી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર ગામના ઝાકિરહુસૈન રમજાન ભાઈ લુહાર જેઓ વેલ્ડીંગ નું કામ કરી જીવન ગુજરાન ચલાવી રહ્યા છે પોતાના મિત્ર એજાજ ગુલામ પટેલ રે.હ ઓસારીયા ના ત્યાં પોતાની મોટર સાઇકલ હોન્ડા શાઇન જી.જે-૧૬-બી.એચ.૧૬૯૫ ઘર ની આગર ના ભાગ માં પાર્ક કરી સુઈ ગયા હતા,

સવારના ૮ વાગ્યે પરત ઘરે જવા નિકરવા માટે મોટર સાઇકલ તરફ જતા ત્યાં મોટર સાઇકલ જોવા મળી ન હતી આસપાસ તાપસ કરતા તેઓને મોટર સાઇકલ રાત્રી દરમિયાન ચોરાઈ જવાનું ભાન થતા તેઓ એ નબીપુર પોલીસ મથકે ચોરી ની ફરિયાદ નોંધાવી હતી, ઉલ્લેખનીય છે કે નબીપુર પોલીસ મથક ની હદ માં ટૂંક સમય માં આ બીજી મોટર સાઇકલ ચોરાઈ જવાનો બનાવ બનતા લોકો માં ભય વ્યાપી જવા પામ્યો છે

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

LEAVE A REPLY