હાઈવે રોડ ઓળંગવા જતા વાહન ની ટકકરે મજૂર ઈસમ નું મોત

પાલેજ તા.૧૧

વલણ ગામ ની સીમ માંથી પસાર થતાં ને હાઇવે નં-૪૮ ઉપર આવેલ સનસીટી હોટલ નજીક ગત રોજ ૩ વાગ્યાં નાં સુમારે બપોરના વડોદરા ભરુચ ટ્રેક ઉપર હાઇવે ઉપર વચ્ચે નાં ભાગે આવેલ ફૂલ ઝાડ પરથી ફૂલો તોડવા માટે ગયેલો મજુર ઈસમ ને રોડ ક્રોસ કરવાં જતાં અજાણ્યા વાહન ની ટકકરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ નાં વલણ ગામ ની સીમ માં આવેલ પ્લાજટ ઇન્ડિયા કંપની માં મજૂરી કામ કરતો ખદલા ચેતન્ય પ્રસાદ ઉ.વ-૫૨ રહે.સઈપડા,પડીરિપડા,તા-પોલસારા,જિ-ગંજામ. ઓરિસ્સા હાલ રહે. વલણ ની ખેતી ની સીમ માં આવેલ કંપની માં મજૂરી કામ કરતો હતો.તેને વડોદરા ભરુચ નાં ટ્રેક ઉપર અજાણ્યા વાહન નાં ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી જતાં અડફેટે માં લેતાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.કરજણ પોલીસે કાયદેસર કરી તપાસ હાથ ધરી હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

LEAVE A REPLY