જૂની જીથરડી ખાતે જુગાર રમતા પાંચ ઈસમો ૧૧૪૨૦ ના મુદ્દા માલ સાથે ઝડપાયા

પાલેજ તા.૧૧

જુની જીથરડી નવીનગરી પાછળ કેનાલ ઉપર ખુલ્લી જગ્યા માં જાહેર માં પત્તાપાનાં પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડતાં પાંચ ઈસમો ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં યુસુફ મલેક ગામ ચોરદા, રમણ વસાવા ગામ-જૂની જીથરડી,સુરેશ વસાવા ગામ-જૂની જીથરડી,રમણ ભરત વસાવા ગામ-જૂની જીથરડી, અક્ષિત વસાવા ગામ-જૂની જીથરડી ને કરજણ પોલીસે બાતમી નાં આધારે દરોડો પાડી ઝડપી લઈ જેલ ભેગાં કર્યા ની માહિતી મળી છે.
આરોપીઓ ની અંગ ઝડતી નાં કુલ ૧૨૬૦ તથા દાવ ઉપર નાં ૧૦૧૬૦ તથા મુદા માલ સાથે ૧૧૪૨૦ ની રકમ મળી આવેલ હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

LEAVE A REPLY