પાલેજ રેલવે ના પડતર પ્રશ્ર્નો અંગે પંચાયત તેમજ જમીયત દ્વારા જી.એમ ને રજુઆત

પાલેજ તા.૧૩

ભરુચ રેલવે સ્ટેશને બુધવારે મુંબઈ થી પશ્ચિમ રેલવે નાં
જી.એમ વડોદરા રેલવે ડિવિઝન નાં વિવિધ રેલવે સ્ટેશનો નું ઇન્સ્પ્રેકસ માં આવતાં પાલેજ રેલવે ને લગતાં પડતર પ્રશ્ર્નો લઈ પાલેજ ગ્રામ પંચાયત નાં સદસ્ય પરમાર ડાહ્યાભાઈ તેમજ રેલવે પાસ હોલ્ડર એસો નાં રજની ભાઈ શાહ તેમજ ગુજરાત જમીયતે ઉલેમાં નાં સેક્ર્ટરી કૈયુમ પટેલે લેખિત આપી પાલેજ રેલવેસ્ટેશન ને રેલવે ફ્લાય ઓવર બ્રિજ તેમજ અજમેર ટ્રેન નાં સ્ટોપેજ ની રજુઆત કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નગર ની દિન પ્રતિ દિન વધતી જતી ટ્રાફિક ની સમસ્યા ને લઈ પાલેજ રેલવે સ્ટેશને રેલવે ફાટક ઉપર ઓવરબ્રિઝ ની તાતી જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. અહીં ટ્રેન નંબર ૧૨૯૮૯ (ડાઉન)દાદર અજમેર તેમજ ટ્રેન નંબર ૧૨૯૯૦(અપ)અજમેર દાદર તથા ટ્રેન નંબર ૧૯૨૧૭ (ડાઉન)સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ પાલેજ સ્ટેશને સ્ટોપેજ આપવાં રજુઆત કરવામાં આવી હતી.

લેખિત રજુઆત માં જણાવ્યાં અનુસાર પાલેજ વેપાર ધંધા તેમજ જી.આઇ.ડી.સી હાઇવે નાં સમન્વય થી ૩૫ ગામો નાં રોજિંદા વ્યવહાર થી જોડાયેલું પંદર હજાર ની વસ્તી ધરાવતું મહત્વનું મથક છે. અહીં ના રેલવે સ્ટેશન ઉપર થી રોજિંદા અપ-ડાઉન કરનાર મુસાફરો ની મોટી સંખ્યા છે. અહીં થી વડોદરા,અમદાવાદ,કરજણ,તેમજ ભરુચ,સુરત,મુંબઈ નોકરી ધંધો કરવાં જવાં વાળ મુસાફરોનાં કારણે ખુબજ વ્યસ્ત રેલવે સ્ટેશન છે.એન.આર.આઇ તથા વિદેશમાં કામ ધંધો કરતાં લોકો પણ વતન આવજા કરતાં હોવાના કારણે અહીં એક્સપ્રેસ ટ્રેનો માં રિઝર્વેશન ટિકિટો નું બુકીંગ પણ આખું વરસ ખુબજ થાય છે.પાલેજ ની આસપાસ ૧૫ થી ૨૦ગામો માં મુસ્લિમ જ્ઞાતિ નાં વધું વસ્તી ધરાવતાં લોકો રહે છે તેઓ અજમેર ની મુલાકાત લેતાં હોવાં નાં કારણે તેઓ ને અજમેર જવા માટે કોઈ ટ્રેન નું પાલેજ માં સ્ટોપેજ નાં હોવાં નાં કારણે ૩૦ કિ.મી ભરુચ અથવા ૫૦ કી.મી વડોદરા રેલવે સ્ટેશન સુધી અજમેર જવાં માટે એક્સપ્રેસ ટ્રેન પકડવા જવું પડે છે જેમાં ઘણી હાલાકી મુસાફરો ને ભોગવવી પડી રહી છે.

ઉપરાંત અહીં અપ ડાઉન માં દાદર અજમેર ટ્રેનો નું સ્ટોપેજ મળે તો અજમેર તેમજ મુંબઈ જવાં માટે રાહત થઈ જાય એમ છે. પાલેજ સ્ટેશને ૧૯૨૧૮ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નું સ્ટોપેજ છે. ડાઉન માં મુંબઈ થી ઉપડી સૌરાષ્ટ્ર જતી ૧૯૨૧૭ (ડાઉન)એક્સપ્રેસ ટ્રેન નું સ્ટોપેજ નથી જે અહીં થોભાવાં માં આવે તો મુંબઈ થી રાત્રે બાર વાગ્યાં પેહલાં પાલેજ આવી શકાય એમ છે.તેમજ અહીં થી સૌરાષ્ટ્ર જવામાં પણ પ્રજાજનો ને રાહત મળે એમ છે.

પાલેજ રેલવેસ્ટેશન ની માસિક રેવન્યુ ૨૨ લાખ જેવી થાય છે જે ભરુચ વડોદરા વચ્ચે નાં કોઈપણ સ્ટેશન કરતાં વધું છે. તાલુકા મથક તરીકે જાણીતાં કરજણ રેલવેસ્ટેશન કરતાં પણ વધું રેવન્યુ પાલેજ રેલવેસ્ટેશન ની છે. પાલેજ ની મોટામાં મોટી સમસ્યા રેલવે ઓવરબ્રિઝ ની ઉણપ ની છે. પાલેજ નગર રેલવે અને હાઇવે ની વચ્ચે વસેલું હોવાને કારણે હાઇવે પાલેજ થી આમોદ જબુંસર દહેજ તેમજ ટંકારીયા ભરુચ જવાં આવવા માટે વાહનો નાં ચાલકો ને રેલવે ફટકો બી.૧૯૭ તેમજ બી.૧૯૮ નો ઉપયોગ કરતાં હોય છે પરંતુ અહીં પશ્ચિમ રેલવે ઝોન ઉપર ટ્રેનો નો ટ્રાફિક વધું હોવાનાં કારણે રેલવે ક્રોસિંગ ખુલ્લી રહેવા નાં બદલે બંધ વધું રહે છે અને તેનાં કારણે ટ્રાફિક રેલવે ફાટક નંબર ૧૯૭ થી લઈ બઝાર સુધી અને રેલવે ફાટક બી.૧૯૮ થી આરોગ્ય કેન્દ્ર લીમડા શેરી સુધી વાહનો ની લાંબી કતારો કલાકો સુધીની રહે છે આ રોજિંદી સમસ્યા બની જવા પામી છે.તેનાં કારણે ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે અને પાલેજ નગર માં ભારે અવ્યવસ્થા ફેલાય રહી છે. વર્ષો પહેલાં રેલવે ફાટક બી-૧૯૮ ઉપર રેલવે બ્રીઝ મંજુર થઈ ગયો હોવા છતાં તંત્ર ની ઉદાસીનતા નાં કારણે ઓવરબ્રિઝ નું કામ આજદિન સુધીમાં શરૂ થયું નથી જો વહેલી તકે રેલવે ફાટક બી.૧૯૮ઉપર ઓવરબ્રિઝ બાંધકામ કરવામાં આવે તો પૂર્વ પશ્ચિમ નો વાહનો ની અવજા નું પડતી મુશ્કેલી દુર થઇ શકે એમ છે.

LEAVE A REPLY